iPad સ્ટેટસ આઇકનનો અર્થ જાણો

સ્ક્રીનની ટોચ પર સ્ટેટસ બારમાં આઇકન iPad વિષે માહિતી પ્રદાન કરે છે.

નોટ : જો તમે ફોકસ ચાલુ કરો છો તો સ્ટેટસ બારમાં તેનું આઇકન દેખાય છે.

સ્ટેટસ આઇકન

તેનો અર્થ શું છે

Wi-Fi સ્ટેટસ આઇકન.

Wi-Fi. iPadમાં Wi-Fi ઇંટરનેટ કનેક્શન છે. બાર જેટલા વધારે હશે તેટલું પ્રબળ કનેક્શન હશે. જુઓ : ઉપલબ્ધ નેટવર્ક જુઓ અને Wi-Fi સાથે કનેક્ટ કરો.

મોબાઇલ સિગ્નલ સ્ટ્રેંથ સ્ટેટસ આઇકન (ચાર બાર).

મોબાઇલ સિગ્નલ. iPad (Wi-Fi + Cellular મૉડલ) મોબાઇલ સર્વિસ નેટવર્કની શ્રેણીમાં છે. જો કોઈ સિગ્નલ ન હોય તો “કોઈ સેવા નથી” બતાવે છે.

વિમાન મોડ સ્ટેટસ આઇકન.

વિમાન મોડ. વિમાન મોડ ચાલુ છે. નૉનવાયરલૅસ ફીચર ઉપલબ્ધ છે પરંતુ વાયરલૅસ ફંક્શન અક્ષમ થઈ શકે છે. જુઓ : મુસાફરી માટે સેટિંગ્સ પસંદ કરો.

5G સ્ટેટસ આઇકન.

5G. તમારા નેટવર્ક પ્રોવાઇડરનું 5G નેટવર્ક ઉપલબ્ધ છે અને સપોર્ટેડ મૉડલ તે નેટવર્ક પર ઇંટરનેટ સાથે કનેક્ટ થઈ શકે છે (તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી). Apple સપોર્ટ લેખ જુઓ : તમારા iPadમાં 5Gનો ઉપયોગ કરો.

5G સ્ટેટસ આઇકન.

5G UC. તમારા નેટવર્ક પ્રોવાઇડરનું 5G UC નેટવર્ક ઉપલબ્ધ છે જેમાં તમારા નેટવર્ક પ્રોવાઇડરના 5Gની ઉચ્ચ ફ્રીક્વંસિવાળું વર્ઝન સામેલ હોઈ શકે છે. સપોર્ટેડ મૉડલ તે નેટવર્ક પર ઇંટરનેટ સાથે કનેક્ટ થઈ શકે છે (તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી). Apple સપોર્ટ લેખ જુઓ : તમારા iPadમાં 5Gનો ઉપયોગ કરો.

5G+ સ્ટેટસ આઇકન.

5G+. તમારા નેટવર્ક પ્રોવાઇડરનું 5G+ નેટવર્ક ઉપલબ્ધ છે જેમાં તમારા નેટવર્ક પ્રોવાઇડરના 5Gની ઉચ્ચ ફ્રીક્વંસિવાળું વર્ઝન સામેલ હોઈ શકે છે. સપોર્ટેડ મૉડલ તે નેટવર્ક પર ઇંટરનેટ સાથે કનેક્ટ થઈ શકે છે (તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી). Apple સપોર્ટ લેખ જુઓ : તમારા iPadમાં 5Gનો ઉપયોગ કરો.

5G UW સ્ટેટસ આઇકન.

5G UW. તમારા નેટવર્ક પ્રોવાઇડરનું 5G UW નેટવર્ક ઉપલબ્ધ છે જેમાં તમારા નેટવર્ક પ્રોવાઇડરના 5Gની ઉચ્ચ ફ્રીક્વંસિવાળું વર્ઝન સામેલ હોઈ શકે છે. સપોર્ટેડ મૉડલ તે નેટવર્ક પર ઇંટરનેટ સાથે કનેક્ટ થઈ શકે છે (તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી). Apple સપોર્ટ લેખ જુઓ : તમારા iPadમાં 5Gનો ઉપયોગ કરો.

5G E સ્ટેટસ આઇકન.

5G E. તમારા નેટવર્ક પ્રોવાઇડરનું 5G E નેટવર્ક ઉપલબ્ધ છે અને સપોર્ટેડ મૉડલ તે નેટવર્ક પર ઇંટરનેટ સાથે કનેક્ટ થઈ શકે છે (તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી). જુઓ : મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો.

LTE સ્ટેટસ આઇકન.

LTE. iPadને (Wi-Fi + Cellular મૉડલ) 4G LTE નેટવર્ક પર ઇંટરનેટ સાથે કનેક્ટ કરેલું છે (તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી). જુઓ : મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો.

4G સ્ટેટસ આઇકન.

4G. iPad (Wi-Fi + Cellular મૉડલ) 4G નેટવર્ક પર ઇંટરનેટ સાથે કનેક્ટ કરેલો છે (તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી). જુઓ : મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો.

3G સ્ટેટસ આઇકન.

3G. iPadને (Wi-Fi + Cellular મૉડલ) 3G નેટવર્ક પર ઇંટરનેટ સાથે કનેક્ટ કરેલું છે. જુઓ : મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો.

EDGE સ્ટેટસ આઇકન.

EDGE. iPadને (Wi-Fi + Cellular મૉડલ) EDGE નેટવર્ક પર ઇંટરનેટ સાથે કનેક્ટ કરેલું છે. જુઓ : મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો.

GPRS સ્ટેટસ આઇકન.

GPRS. iPadને (Wi-Fi + Cellular મૉડલ) GPRS નેટવર્ક પર ઇંટરનેટ સાથે કનેક્ટ કરેલું છે. જુઓ : મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો.

પર્સનલ હૉટસ્પૉટ સ્ટેટસ આઇકન.

પર્સનલ હૉટસ્પૉટ કનેક્શન. iPadને બીજા ડિવાઇસના પર્સનલ હૉટસ્પૉટ દ્વારા ઇંટરનેટ સાથે કનેક્ટ કરેલું છે. જુઓ : પર્સનલ હૉટસ્પૉટ સાથે જોડાઓ.

VPN સ્ટેટસ આઇકન.

VPN. iPadને VPNનો ઉપયોગ કરીને નેટવર્ક સાથે કનેક્ટ કરેલું છે.

નૅવિગેશન ઇંડિકેટર આઇકન.

નૅવિગેશન. iPad ટર્ન-બાય-ટર્ન દિશાનિર્દેશન આપે છે. જુઓ : ડ્રાઇવિંગ દિશાનિર્દેશન મેળવો.

પર્સનલ હૉટસ્પૉટ ઇંડિકેટર આઇકન.

પર્સનલ હૉટસ્પૉટ. iPad પર્સનલ હૉટસ્પૉટ પ્રદાન કરે છે. જુઓ : પર્સનલ હૉટસ્પૉટ દ્વારા તમારું ઇંટરનેટ કનેક્શન શેર કરો.

કૉલ ઇંડિકેટર આઇકન.

ફોન કૉલ. iPad ફોન કૉલ પર છે. જુઓ : તમારા iPadમાં ફોન કૉલ અને ટેક્સ્ટ મેસેજને અનુમતિ આપવા માટે iPhoneનો ઉપયોગ કરો.

FaceTime ઇંડિકેટર આઇકન.

FaceTime. iPad FaceTime કૉલ પર છે. જુઓ : FaceTime કૉલ કરો.

રેકોર્ડિંગ ઇંડિકેટર આઇકન.

સ્ક્રીન રેકૉર્ડિંગ. iPad તમારી સ્ક્રીન રેકોર્ડ કરી રહ્યું છે. જુઓ : સ્ક્રીન રેકૉર્ડિંગ કરો.

કૅમેરા ઉપયોગમાં છે આઇકન.

કૅમેરા ઉપયોગમાં છે. ઍપ તમારા કૅમેરાનો ઉપયોગ કરી રહી છે. જુઓ : તમારા iPadના કૅમેરા અને માઇક્રોફોનનો ઍક્સેસ કઈ ઍપ્સ પાસે છે તે કંટ્રોલ કરો.

માઇક્રોફોન ઉપયોગમાં છે આઇકન.

માઇક્રોફોન ઉપયોગમાં છે. ઍપ તમારા માઇક્રોફોનનો ઉપયોગ કરી રહી છે. જુઓ : તમારા iPadના કૅમેરા અને માઇક્રોફોનનો ઍક્સેસ કઈ ઍપ્સ પાસે છે તે કંટ્રોલ કરો.

સિંક થઈ રહ્યું છે સ્ટેટસ આઇકન.

સિંક થઈ રહ્યું છે. iPad તમારા કંપ્યૂટર સાથે સિંક થઈ રહ્યું છે. જુઓ : તમારા iPadને અન્ય ડિવાઇસ સાથે સિંક કરો .

નેટવર્ક ઍક્ટિવિટી સ્ટેટસ આઇકન.

નેટવર્ક ઍક્ટિવિટી. નેટવર્ક અથવા અન્ય ઍક્ટિવિટી છે. ઍપ ઍક્ટિવિટી બતાવવા માટે અમુક તૃતીય પક્ષ ઍપ્સ દ્વારા આ આઇકનનો ઉપયોગ કરવામાં આવે છે. જુઓ : ઇંટરનેટ સાથે કનેક્ટ કરો

લૉક સ્ટેટસ આઇકન.

લૉક. iPad લૉક છે. જુઓ : iPadને ચાલુ, અનલૉક અને લૉક કરો.

ડૂ નૉટ ડિસ્ટર્બ સ્ટેટસ આઇકન.

ડૂ નૉટ ડિસ્ટર્બ ડૂ નૉટ ડિસ્ટર્બ ચાલુ છે. જુઓ : ફોકસ ચાલુ કરો અથવા શેડ્યૂલ કરો.

ઑરિએંટેશન લૉક સ્ટેટસ આઇકન.

ઑરિએંટેશન લૉક. સ્ક્રીન ઑરિએંટેશન લૉક છે. જુઓ : સ્ક્રીન ઑરિએંટેશન લૉક બદલો અથવા લૉક કરો.

લોકેશન સેવાઓ સ્ટેટસ આઇકન.

લોકેશન સેવાઓ. ઍપ લોકેશન સેવાઓનો ઉપયોગ કરી રહી છે. જુઓ : કઈ ઍપ્સ તમારા iPadના લોકેશનનો ઉપયોગ કરી શકે તે કંટ્રોલ કરો.

અલાર્મ સ્ટેટસ આઇકન.

અલાર્મ. અલાર્મ સેટ કરેલું છે. જુઓ : અલાર્મ સેટ કરો.

“હેડફોન કનેક્ટેડ” સ્ટેટસ આઇકન.

હેડફોન કનેક્ટ કરેલા છે. Bluetoothની રેંજમાં હોય અને ચાલુ હોય તેવા Bluetooth® હેડફોન સાથે iPad પેર કરેલું છે. જુઓ : Bluetoth હેડફોન સેટ અપ કરો અને સાંભળો.

બૅટરી સ્ટેટસ આઇકન.

બૅટરી. iPad બૅટરી લેવલ બતાવે છે. જ્યારે આઇકન પીળું હોય ત્યારે લો પાવર મોડ ચાલુ હોય છે. iPadની બૅટરીની ટકાવારી બતાવો જુઓ.

બૅટરી ચાર્જિંગ આઇકન.

બૅટરી ચાર્જિંગ. iPadની બૅટરી ચાર્જ થઈ રહી છે. જ્યારે આઇકન ગ્રે હોય ત્યારે ચાર્જિંગ પૉઝ કરેલ હોય છે. જુઓ : બૅટરી ચાર્જ કરો.

Bluetooth બૅટરી સ્ટેટસ આઇકન.

Bluetooth બૅટરી. સપોર્ટેડ પેર કરેલા Bluetooth ડિવાઇસનું બૅટરી લેવલ બતાવે છે. જુઓ : Bluetooth ઍક્સેસરિ સાથે કનેક્ટ કરો.

AirPlay સ્ટેટસ આઇકન.

AirPlay. <dn>AirPlay</dn> ચાલુ છે. જુઓ : વીડિયો અને ફોટો સ્ટ્રીમ કરો.

વૉઇસ કંટ્રોલ આઇકન.

વૉઇસ કંટ્રોલ. વૉઇસ કંટ્રોલ સેટિંગ્સ > ઍક્સેસિબિલિટીમાં ચાલુ છે અને તમે તમારા વૉઇસનો ઉપયોગ કરીને iPad સાથે ઇંટરૅક્ટ કરી શકો છો.

RTT સ્ટેટસ આઇકન.

RTT. RTT ચાલુ છે. સેટ અપ કરો અને RTTનો ઉપયોગ કરો જુઓ.