ઍપ Exposé
ઍપ Exposé કોઈ ચોક્કસ ઍપની તમારી તમામ ખુલ્લી વિંડોનું ડિસ્પ્લે છે.
ઍપ Exposé ખોલવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :
Exposé ખોલો અને વિંડોમાંથી કોઈ એકમાં ઍપ આઇકન પર ટૅપ કરો.
હોમ સ્ક્રીન, Dock અથવા ઍપ લાઇબ્રેરીમાં ઍપ્સના આઇકનને ટચ કરી દબાવી રાખો પછી તમામ વિંડો બતાવો પર ટૅપ કરો.
ખુલ્લી ઍપમાં મેન્યૂ બાર ખોલો, વિંડો મેન્યૂ પર ટૅપ કરો પછી તમામ વિંડો બતાવો પસંદ કરો.
વધુ ઍપ્સ જોવા માટે જમણે સ્વાઇપ કરો. ઍપ Exposé બંધ કરવા માટે સ્ક્રીન પર ટૅપ કરો અથવા હોમ બટન દબાવો (હોમ બટન સાથેના iPad પર).