iPad પર સૂચનાઓ જુઓ અને તેનો જવાબ આપો

સૂચનાઓ તમને જે કંઈ પણ નવું હોય તેનો ટ્રૅક રાખવામાં મદદ કરે છે—જો તમે કૉલ ચૂકી જાઓ, જો ઇવેંટની તારીખ બદલાઈ ગઈ હોય વગેરે કંઈ હોય તો તે તમને જણાવે છે. તમે તમારી સૂચનાઓને કસ્ટમાઇઝ કરી શકો છો જેથી તમે માત્ર તમારા માટે જે મહત્ત્વપૂર્ણ છે તે જોઈ શકો.

નોટ : જ્યારે તમે ઍપનો ઉપયોગ કરી રહ્યાં હોવ ત્યારે તમને કદાચ પૂછવામાં આવે કે તમે સૂચના કેવી રીતે પ્રાપ્ત કરવા માંગો છો—તરત, ક્યારેય નહિ અથવા શેડ્યૂલ કરેલા સારાંશમાં. તમે પછીથી સેટિંગ્સ > સૂચનાઓમાં આ સેટિંગ બદલી શકો છો.

સૂચના કેંદ્રમાં તમારી સૂચનાઓ શોધો

તમે ફોકસ અથવા ડૂ નૉટ ડિસ્ટર્બથી સૂચના સાઇલેંટ ન કરી હોય ત્યાં સુધી સૂચના આવતાની સાથે જ iPad તેમને ડિસ્પ્લે કરે છે. જો તમે તેને તરત જ વાંચતા નથી તો તે સૂચના કેંદ્રમાં સેવ થઈ જાય છે જેથી તમે તેને પછીથી તપાસી શકો.

સૂચના કેંદ્રમાં તમારી સૂચનાઓ જોવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • લૉક સ્ક્રીન પર : સ્ક્રીનમાં વચ્ચેથી ઉપર સ્વાઇપ કરો.

  • અન્ય સ્ક્રીન પર : ઉપરના મધ્યથી નીચે સ્વાઇપ કરો. પછી જો કોઈ જૂની સૂચના હોય તો તેને જોવા માટે ઉપર સ્ક્રોલ કરી શકો છો.

સૂચના કેંદ્ર બંધ કરવા માટે એક આંગળીથી નીચેથી ઉપર તરફ સ્વાઇપ કરો અથવા હોમ બટન દબાવો (સપોર્ટેડ મૉડલમાં).

સૂચનાઓનો જવાબ આપો

જ્યારે તમારી પાસે સૂચના કેંદ્રમાં અથવા લૉક સ્ક્રીન પર ઘણી સૂચનાઓ હોય ત્યારે તેને ઍપ મુજબ ગ્રૂપ કરવામાં આવે છે જેથી તેમને જોવાનું અને મૅનેજ કરવાનું સરળ થઈ જાય છે. ઍપની અંદર ફીચરને ગોઠવીને પણ અમુક ઍપ્સની સૂચનાઓનું ગ્રૂપ બનાવી શકાય છે, જેમ કે વિષય અથવા થ્રેડ પ્રમાણે. ગ્રૂપ કરેલી સૂચનાઓ નાના સ્ટૅક તરીકે દેખાય છે જેમાં ઉપર સૌથી તાજેતરની સૂચના હોય છે.

નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • સૂચનાઓના ગ્રૂપને વ્યક્તિગત રીતે જોવા એક્સપૅન્ડ કરવા માટે : ગ્રૂપ પર ટૅપ કરો. ગ્રૂપ બંધ કરવા માટે “ઓછું બતાવો” પર ટૅપ કરો.

  • સૂચના જોવા માટે અને જો ઍપ દ્વારા ઉપલબ્ધ હોય તો ઝડપી ઍક્શન કરવા માટે : સૂચનાને ટચ અને હોલ્ડ કરો.

  • સૂચનાઓની ઍપ ખોલવા માટે : સૂચના પર ટૅપ કરો પછી ખોલો પર ટૅપ કરો.

  • iPad લૉક હોય ત્યારે સૂચનાનો જવાબ આપવા માટે : સૂચનાને ટચ અને હોલ્ડ કરો.

સૂચના સારાંશ શેડ્યૂલ કરો

સારાંશ તરીકે ડિલિવર કરવા માટે તમારી સૂચનાઓ શેડ્યૂલ કરીને તમારા દિવસમાં વિક્ષેપોમાં ઘટાડો કરી શકો છો—સારાંશમાં સામેલ કરવાની સૂચનાઓ અને તેને પ્રાપ્ત કરવાનો સમય તમે પસંદ કરો છો.

સૂચનાનો સારાંશ તમારા માટે પર્સનલાઇઝ કરેલો હોય છે અને તમારી વર્તમાન ઍક્ટિવિટીના આધારે સૌથી સંબંધિત સૂચનાઓ ટોચ પર રાખીને પ્રાથમિકતા અનુસાર સમજદારીપૂર્વક ક્રમ ગોઠવવામાં આવે છે. સારાંશ વિશેષરૂપે ઉપયોગી છે કારણ કે તેનાથી તમે તમારી પોતાની સમય અનુકૂળતાએ સૂચનાઓ સાથે જોડાઈ શકો છો. તમે ઍક્ટિવિટી પર ધ્યાન કેંદ્રિત કરતા હોવ ત્યારે સૂચનાઓને ફિલ્ટર કરવા માટે તમે ફોકસનો ઉપયોગ કરીને આને હજુ બહેતર કરી શકો છો.

  1. સેટિંગ્સ  > સૂચનાઓ > “સારાંશ શેડ્યૂલ કરો” પર જાઓ પછી “સારાંશ શેડ્યૂલ કરો” ચાલુ કરો.

  2. તમારો સારાંશ દેખાડવા માટે સમય સેટ કરો. જો તમે બીજો સારાંશ પ્રાપ્ત કરવા માંગતા હો તો “સારાંશ ઉમેરો” પર ટૅપ કરો.

  3. તમારા સારાંશમાં સામેલ કરવા માટે ઍપ્સ સિલેક્ટ કરો.

  4. સારાંશમાં ઍપ્સની નીચે A થી Z પર ટૅપ કરો પછી જે ઍપ્સને તમે તમારા સારાંશમાં સામેલ કરવા માંગો છો તે ચાલુ છે કે નહિ તેની ખાતરી કરો.

    નોટ : જો તમે તમારા સૂચના સારાંશમાં સામેલ કરવા માંગતા હોવ તેવી કોઈ ઍપ A થી Z યાદીમાં દેખાતી ન હોય તો તમારે ઍપ માટે “સૂચનાને અનુમતિ આપો” ચાલુ કરવાની જરૂર પડી શકે છે. સેટિંગ્સ > સૂચનાઓ પર જાઓ, ઍપ પર ટૅપ કરો અને પછી “સૂચનાઓને અનુમતિ આપો” ચાલુ કરો. સૂચનાનાં સેટિંગ્સ બદલો જુઓ.

સૂચના જુઓ, ડિસમિસ કરો, ક્લિઅર કરો અને મ્યૂટ કરો

તમારા iPad પર સૂચના દેખાય ત્યારે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • બીજી ઍપનો ઉપયોગ કરતી વખતે તમને મળતી સૂચના હૅન્ડલ કરવા માટે : તેને જોવા માટે તેને નીચેની તરફ ખેંચો પછી તેને ડિસમિસ કરવા માટે ઉપર સ્વાઇપ કરો.

  • સૂચનાઓ ક્લિઅર કરવા માટે : સૂચના અથવા સૂચનાઓના ગ્રૂપ પર ડાબી બાજુએ સ્વાઇપ કરીને પછી “ક્લિઅર કરો” અથવા “તમામને ક્લિઅર કરો” પર ટૅપ કરો.

  • ઍપ માટે સૂચનાઓ મ્યૂટ કરવા માટે : સૂચના અથવા સૂચનાઓના ગ્રૂપ પર ડાબી બાજુએ સ્વાઇપ કરો, વિકલ્પ પર ટૅપ કરો અને પછી એક કલાક અથવા એક દિવસ માટે ઍપની સૂચનાઓને મ્યૂટ કરવા માટે વિકલ્પ પર ટૅપ કરો. આ તેમને સીધા જ સૂચના કેંદ્ર પર મોકલે છે અને તેમને લૉક સ્ક્રીન પર દેખાતા, સાઉંડ પ્લે કરતા, સ્ક્રીનને પ્રકાશિત કરતા અથવા બૅનર રજૂ કરતા અટકાવે છે.

    આ સૂચનાઓ ફરી જોવા અને સાંભળવા માટે સૂચના કેંદ્રમાં સૂચના પર ડાબી બાજુએ સ્વાઇપ કરીને વિકલ્પો પર ટૅપ કરો પછી “અનમ્યૂટ કરો” પર ટૅપ કરો.

  • ઍપ અથવા સૂચના ગ્રૂપ માટે સૂચનાઓ બંધ કરવા માટે : સૂચના અથવા સૂચનાઓના ગ્રૂપ પર ડાબી બાજુએ સ્વાઇપ કરો, વિકલ્પ પર ટૅપ કરો અને પછી “બંધ કરો” પર ટૅપ કરો.

  • સૂચનાઓ ડિસ્પ્લે કરવાની ઍપની રીત બદલવા માટે : સૂચના પર ડાબે સ્વાઇપ કરો, વિકલ્પો પર ટૅપ કરો અને પછી “સેટિંગ્સ જુઓ” પર ટૅપ કરો. તમે બદલી શકો તે સેટિંગ્સ વિષે જાણવા માટે સૂચનાનાં સેટિંગ્સ બદલો જુઓ.

  • સૂચના કેંદ્રમાં તમારી તમામ સૂચનાઓ ક્લિઅર કરવા માટે : સૂચના કેંદ્ર પર જાઓ, “સૂચનાઓ ક્લિઅર કરો” બટન પર ટૅપ કરો પછી ક્લિઅર કરો પર ટૅપ કરો.

  • તમામ સૂચનાઓને સાઇલેંટ કરવા માટે : ડૂ નૉટ ડિસ્ટર્બ ચાલુ કરો. ફોકસ ચાલુ કરો અથવા શેડ્યૂલ કરો જુઓ.

તમે અમુક સમય માટે કોઈ ઍપનો ઉપયોગ ન કરો ત્યારે Siri તમને તે ઍપ માટે સૂચનાઓ બંધ કરવાનું સૂચવે છે.

લૉક સ્ક્રીન પર તાજેતરની સૂચનાઓ બતાવવા માટે

તમે લૉક સ્ક્રીન પર સૂચના કેંદ્ર ઍક્સેસ કરવાની અનુમતિ આપી શકો છો.

  1. સેટિંગ્સ પર જઈને પછી તમારા મૉડલના આધારે નીચેનામાંથી કોઈ એક કરો :

    • Face ID & પાસકોડ

    • Touch ID & પાસકોડ

    • પાસકોડ

  2. તમારો પાસકોડ એંટર કરો.

  3. સૂચના કેંદ્ર ચાલુ કરો (“લૉક હોય ત્યારે ઍક્સેસની અનુમતિ આપો”ની નીચે).

Apple Intelligence દ્વારા સૂચનાઓનો સારાંશ મેળવો

જો Apple Intelligence* ચાલુ હોય તો તમે લાંબી અથવા સ્ટૅક કરેલી સૂચનાઓનો સારાંશ બનાવવા માટે Apple Intelligenceનો ઉપયોગ કરી શકો છો જેથી તેમને એક નજરમાં સમજવામાં સરળતા રહે છે. જુઓ : Apple Intelligence દ્વારા સૂચનાઓનો સારાંશ મેળવો અને વિક્ષેપો ઘટાડો.

Apple Intelligence સાથે પ્રાથમિકતાની સૂચનાઓ જોવા માટે

જો Apple Intelligence* ચાલુ હોય તો તમે સમય-સીમિત સૂચનાઓને પ્રાથમિકતા આપવા માટે Apple Intelligenceનો ઉપયોગ કરી શકો છો જેથી તમે જે ચૂકી ગયા હોય તે જાણી શકો. જુઓ : Apple Intelligence દ્વારા સૂચનાઓનો સારાંશ મેળવો અને વિક્ષેપો ઘટાડો.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.