iPad ચાલુ અથવા બંધ કરો

iPad ચાલુ કરવા માટે ટૉપ બટનનો ઉપયોગ કરો. iPad બંધ કરવા માટે તમે ટૉપ બટન (અમુક મૉડલ પર કોઈ પણ વૉલ્યૂમ બટન સાથે) અથવા સેટિંગ્સ નો ઉપયોગ કરી શકો છો.

જો તમારું iPad અપેક્ષા મુજબ કામ ન કરી રહ્યું હોય તો તમે તેને બંધ કરીને પછી તેને ફરી ચાલુ કરીને રીસ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરી શકો છો. જો તેને બંધ અને ચાલુ કરવાથી સમસ્યા હલ ન થાય તો તેને રિસ્ટાર્ટ કરવાનો ફોર્સ કરી જુઓ.

iPadને ચાલુ અથવા બંધ કરવા માટે (Face ID અથવા ટૉપ બટનમાં Touch ID સાથેનાં મૉડલ)

જો તમારા iPadમાં હોમ બટન ન હોય તો નીચે પ્રમાણે કરો :

  • iPad ચાલુ કરો : Apple લોગો દેખાય ત્યાં સુધી ટૉપ બટનને દબાવો અને હોલ્ડ કરો.

  • iPad બંધ કરો : ટૉપ બટન અને કોઈ પણ એક વૉલ્યૂમ બટન એક સાથે દબાવો અને હોલ્ડ કરો પછી સ્લાઇડરને ડ્રૅગ કરો.

iPadનાં બે મૉડલ. iPadનાં બંને મૉડલમાં ટૉપ બટન છે; iPadના એક મૉડલમાં સાઇડમાં વૉલ્યૂમ બટન છે અને બીજામાં ઉપર વૉલ્યૂમ બટન છે. ટૉપ બટન અને વૉલ્યૂમ બટન તરફ નિર્દેશિત કરતા તીર.

iPadને ચાલુ અથવા બંધ કરવા માટે (હોમ બટન સાથેનાં મૉડલ)

  • iPad ચાલુ કરો : Apple લોગો દેખાય ત્યાં સુધી ટૉપ બટનને દબાવો અને હોલ્ડ કરો.

  • iPad બંધ કરો : ટૉપ બટન દબાવો અને હોલ્ડ કરો પછી સ્લાઇડરને ડ્રૅગ કરો.

હોમ બટન સાથેનું iPad. ટૉપ બટન તરફ નિર્દેશિત કરતું તીર.

કોઈ પણ મૉડલ બંધ કરવા માટે તમે સેટિંગ્સ  > સામાન્ય > બંધ કરો પર જઈને પછી સ્લાઇડરને ડ્રૅગ કરી શકો છો.