iPadમાં ફાઇલ ઍપમાં ફાઇલ અને ફોલ્ડરમાં ફેરફાર કરો
તમે iPadમાં ડૉક્યુમૅન્ટ, ઇમેજ, ફોલ્ડર અને અન્ય ફાઇલને કૉપિ, મુવ, કસ્ટમાઇઝ, શેર અને ડિલીટ કરી શકો છો.

ડૉક્યુમૅન્ટમાં ફેરફાર કરવા અને ફરી ગોઠવવા માટે
સપોર્ટેડ ડૉક્યુમૅન્ટ ફૉર્મેટમાં ફાઇલ જોતા હોવ ત્યારે તમે ડૉક્યુમૅન્ટના કૉન્ટેંટમાં ફેરફાર કરી શકો છો અને ફરી ગોઠવી શકો છો.
તમારા iPadમાં
ફાઇલ ઍપ પર જાઓ.તમે ઇચ્છા મુજબનું ડૉક્યુમૅન્ટ ખોલીને તેના શીર્ષક પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :
ફોટોસ ઍપમાં સેવ કરો : ડૉક્યુમૅન્ટને ફોટોસ લાઇબ્રેરીમાં સેવ કરો.
ડ્યૂપ્લિકેટ : ડૉક્યુમૅન્ટની કૉપિ બનાવો.
મુવ : ડૉક્યુમૅન્ટને બીજા લોકેશન પર મૂવ કરો.
નામ બદલો : ડૉક્યુમૅન્ટનું નામ બદલો.
એક્સપોર્ટ : ફાઇલની કૉપિને અલગ ફાઇલ ફૉર્મેટમાં સેવ કરો.
પ્રિંટ : ડૉક્યુમૅન્ટ પ્રિંટ કરો
ડૉક્યુમૅન્ટને માર્ક અપ કરવા માટે
પર ટૅપ કરો.
ડૉક્યુમૅન્ટને ફરી ગોઠવવા માટે હાઇલાઇટ કરેલા પેજને ટચ કરીને હોલ્ડ કરો અને તેને ડ્રૅગ કરીને નવા લોકેશન પર લઈ જાઓ.
નોટ : “ફાઇલ” ઍપ તમામ ડૉક્યુમૅન્ટ ફૉર્મેટને સપોર્ટે કરતી નથી.
તમારા ફોલ્ડરનો દેખાવ કસ્ટમાઇઝ કરો
તમારા ફોલ્ડરને સરળતાથી શોધી શકાય તે માટે તમે તેમાં રંગ અને આઇકન ઉમેરી શકો છો.
તમારા iPadમાં
ફાઇલ ઍપ પર જાઓ.તમે કસ્ટમાઇઝ કરવા માંગો છો તે ફોલ્ડરને ટચ કરી દબાવી રાખો પછી ફોલ્ડર અને ટૅગ કસ્ટમાઇઝ કરો પસંદ કરો.
ટૅગ પર ટૅપ કરો, રંગ પસંદ કરો પછી
પર ટૅપ કરો.ફોલ્ડરમાં ઇમોજી ઉમેરવા માટે આઇકન સિલેક્ટ કરો અથવા ઇમોજી પર ટૅપ કરો.
ફોલ્ડરમાંથી આઇકનને કાઢી નાખવા માટે આઇકનની નીચે “ક્લિઅર કરો” પર ટૅપ કરો.
આઇકન, સૂચી અથવા કૉલમ વ્યૂમાં બદલો
તમે iPadમાં ખુલેલા લોકેશન અથવા ફોલ્ડરમાં ફાઇલનું તમારું વ્યૂ બદલી શકો છો.

તમારા iPadમાં
ફાઇલ ઍપ પર જાઓ.સ્ક્રીનમાં ઉપર લોકેશન પર ટૅપ કરો—તાજેતરના, શેર કરેલા અથવા બ્રાઉઝ કરો—અથવા
પર ટૅપ કરો પછી સાઇડબારમાં લોકેશન પર ટૅપ કરો.
,
અથવા
પર ટૅપ કરીને પછી ફાઇલો કેવી રીતે જોવી તે પસંદ કરો.સૂચી વ્યૂમાં ફાઇલ હાયરાર્કિમાં વિગતવાર જોવા માટે તેને એક્સપૅન્ડ કરવા માટે ફોલ્ડરની બાજુમાં
પર ટૅપ કરો.કૉલમ વ્યૂમાં ફોલ્ડર હાયરાર્કિમાં વિગતવાર જોવા માટે સૌથી જમણી કૉલમમાં આઇટમ પર ટૅપ કરો. ફાઇલના મેટાડેટા (જેમ કે તેના પ્રકાર, સાઇઝ અને બનાવ્યાની તારીખ) સાથે તેનું પ્રિવ્યૂ જોવા માટે કૉલમ વ્યૂમાં ફાઇલ પર ટૅપ કરો. (જો પ્રિવ્યૂ સૌથી જમણી કૉલમમાં દેખાતું નથી તો ડાબી બાજુ સ્વાઇપ કરો.) ફાઇલ જોવા અને ફાઇલમાંથી નીકળ્યાં વગર તેના પર વિવિધ ઍક્શન કરવા માટે ફાઇલ પ્રિવ્યૂની નીચે “ખોલો” પર ટૅપ કરો.
સરળ ઍક્સેસ માટે ફોલ્ડરને Dockમાં મુવ કરો
તમે વારંવાર ઍક્સેસ કરતા ફોલ્ડરને Dockમાં મૂવ કરી શકો છો જેથી તેને શોધવાનું અને ખોલવાનું સરળ બને.
તમારા iPadમાં
ફાઇલ ઍપ પર જાઓ.મેન્યૂ ખુલે ત્યાં સુધી તમે જે ફોલ્ડરને મુવ કરવા માંગો છો તેને ટચ કરી દબાવી રાખો.
મેન્યૂમાં “તેમાં ઉમેરો” પસંદ કરીને પછી Dock પર ટૅપ કરો.
તમે ફોલ્ડરને એક્સપૅન્ડ કરવા માટે Dockમાં તેના પર ટૅપ કરી શકો છો અને તેમાં ફાઇલ જોઈ શકો છો. ઍપમાં ફોલ્ડરમાંથી ફાઇલ ખોલવા માટે ફાઇલને Dockમાં ઍપમાં ડ્રૅગ કરો અથવા જો ઍપ પહેલેથી જ ખુલ્લી હોય તો સીધી ઍપની વિંડોમાં ડ્રૅગ કરો. ઉદાહરણ તરીકે, જો મેસેજ ઍપ ખુલ્લી હોય તો તમે ફોલ્ડરમાંથી ફાઇલને સીધી તમે ખોલેલા વાર્તાલાપમાં ડ્રૅગ કરી શકો છો.
સાઇડબાર ફરી ગોઠવવા માટે
તમારા iPadમાં
ફાઇલ ઍપ પર જાઓ.સાઇડબાર બતાવવા માટે
પર ટૅપ કરો.સાઇડબારની ઉપર
પર ટૅપ કરીને સાઇડબાર સંપાદિત કરો પર ટૅપ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :લોકેશન છુપાવો : લોકેશન બંધ કરો.
ટૅગ ડિલીટ કરો અને તેને તમામ આઇટમમાંથી કાઢી નાખો : ટૅગની બાજુમાં
પર ટૅપ કરો. (ફાઇલ અથવા ફોલ્ડરને ટૅગ કરવા માટે જુઓ.)મનપસંદ લિસ્ટમાંથી આઇટમ કાઢી નાખો : આઇટમની બાજુમાં
પર ટૅપ કરો. (ફોલ્ડરને મનપસંદ તરીકે અંકિત કરવા માટે જુઓ.)આઇટમનો ક્રમ બદલો :
ટચ કરીને હોલ્ડ કરો અને પછી તેને ડ્રૅગ કરીને નવી જગ્યાએ લઈ જાઓ.
ફાઇલ અથવા ફોલ્ડર ડિલીટ કરવા માટે
તમારા iPadમાં
ફાઇલ ઍપ પર જાઓ.તમે જે ફાઇલ અથવા ફોલ્ડરને ડિલીટ કરવા માંગો છો તેને લોકેટ કરો.
આઇટમને ટચ કરી દબાવી રાખો પછી ડિલીટ કરો પર ટૅપ કરો.