AutoMix

AutoMix DJની જેમ ગીતની વચ્ચે સરળતાથી ટ્રાંઝિશન કરે છે. AutoMix Apple Musicમાંથી સંગીત સાથે iPhone, iPad, Apple silicon સાથે Mac અને iOS 26, iPadOS 26, macOS Tahoe, visionOS 26 અથવા પછીના વર્ઝન સાથે Apple Vision Pro પર કામ કરે છે.

AutoMix સંગીતના આધારે ઑટોમૅટિક રીતે શ્રેષ્ઠ ટ્રાંઝિશન સિલેક્ટ કરે છે. ઉદાહરણ તરીકે, AutoMix ટ્રૅકની શરૂઆતમાં અને અંતે સાઇલેંટ કાઢી શકે છે અથવા જ્યારે યોગ્ય હોય ત્યારે વધુ જટિલ ટ્રાંઝિશનને બદલે સરળ ક્રૉસફેડ કરી શકે છે.

નોટ : ઍલ્બમ અને કેટલીક શૈલીઓ ટ્રાંઝિશન વગર પ્લે થાય છે.

AutoMix ડિફૉલ્ટ રૂપે ચાલુ હોય છે. તમે તેને કતારમાં અથવા સેટિંગ્સમાં બંધ કરી શકો છો.