iPadમાં સ્ક્રિબલથી ટેક્સ્ટ એંટર કરો

સપોર્ટેડ મૉડલ પર તમે ટેક્સ્ટ એંટર કરવા માટે Apple Pencil (અલગથી વેચાય છે) અને સ્ક્રિબલનો ઉપયોગ કરી શકો છો. ઑનસ્ક્રીન કીબોર્ડને ખોલ્યા વગર અથવા ઉપયોગ કર્યા વગર તમે મેસેજનો ઝડપથી જવાબ આપવો, તમારી જાતે રિમાઇંડર લખવું વગેરે કરી શકો છો. સ્ક્રિબલ તમારા હસ્તલેખનને તમારા iPadમાં સીધી ટેક્સ્ટમાં કંવર્ટ કરે છે જેથી તમારું લેખન પ્રાઇવેટ રહે.

નોટ : સ્ક્રિબલ ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે. જુઓ : iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ.

કોઈ પણ ટેક્સ્ટ ફીલ્ડમાં ટેક્સ્ટ એંટર કરવા માટે Apple Pencilનો ઉપયોગ કરો

  1. કોઈ પણ ટેક્સ્ટ ફીલ્ડમાં Apple Pencilથી લખો અને સ્ક્રિબલ ઑટોમૅટિક રીતે તમારા હસ્તલેખનને ટાઇપ કરેલી ટેક્સ્ટમાં કંવર્ટ કરે છે.

    જ્યારે તમારું હસ્તલેખન ટેક્સ્ટ ફીલ્ડની ધારથી આગળ વધે ત્યારે પણ સ્ક્રિબલ કામ કરે છે.

  2. ઍક્શન શૉર્ટકટનો ઉપયોગ કરવા માટે સ્ક્રિબલ ટૂલબાર પર ટૅપ કરો.

    ઉપલબ્ધ ઍક્શન તમે ઉપયોગ કરી રહ્યાં છો તે ઍપ પર આધાર રાખે છે અને તેમાં અનડૂ બટન, “કીબોર્ડ બતાવો” બટન વગેરે સામેલ હોઈ શકે છે.

    જ્યારે તમે ટેક્સ્ટ એંટર કરતા હોવ ત્યારે ટૂલબારને ઑટોમૅટિક રીતે મિનિમાઇઝ કરવા માટે “એલિપ્સિસ” બટન પર ટૅપ કરો પછી ઑટો-મિનિમાઇઝ ચાલુ કરો. સંપૂર્ણ ટૂલબાર બતાવવા માટે મિનિમાઇઝ કરેલા વર્ઝન પર ટૅપ કરો.

નોટ્સ અને Freeformમાં ટેક્સ્ટ એંટર કરવા માટે Apple Pencilનો ઉપયોગ કરો

  1. નોટ્સ અથવા Freeformમાં ટૂલ પૅલેટ બતાવવા માટે માર્કઅપ સ્વિચ બટન બંધ કરો પર ટૅપ કરો.

  2. ટૂલ પૅલેટમાં (પૅનની ડાબી બાજુએ) હસ્તલેખન ટૂલ પર ટૅપ કરો.

  3. Apple Pencilથી લખો અને સ્ક્રિબલ ઑટોમૅટિક રીતે તમારા હસ્તલેખનને ટાઇપ કરેલી ટેક્સ્ટમાં કંવર્ટ કરે છે.

Apple Pencil દ્વારા ટેક્સ્ટ સિલેક્ટ કરો અને તેમાં સુધારો કરો

જ્યારે તમે Apple Pencil અને સ્ક્રિબલનો ઉપયોગ કરીને ટેક્સ્ટ એંટર કરો છો ત્યારે તમે નીચેનામાંથી કોઈ પણ એક કરી શકો છો :

  • શબ્દ ડિલીટ કરવા માટે : તેને સ્ક્રેચ આઉટ કરો.

  • ટેક્સ્ટ ઇંસર્ટ કરવા માટે : ટેક્સ્ટ ક્ષેત્રમાં ટચ અને હોલ્ડ કરો પછી જે સ્પેસ ખુલે છે તેમાં લખો.

  • અક્ષર જોડવા અથવા અલગ કરવા માટે : તેમની વચ્ચે વર્ટિકલ લાઇન દોરો.

  • ટેક્સ્ટ સિલેક્ટ કરવા માટે : ટેક્સ્ટ સિલેક્ટ કરવા અને સંપાદન વિકલ્પ જોવા માટે તેની આસપાસ વર્તુળ દોરો અથવા તેને અંડરલાઇન કરો. સિલેક્શન બદલવા માટે સિલેક્ટેડ ટેક્સ્ટની શરૂઆત અથવા અંતથી ડ્રૅગ કરો.

  • શબ્દ સિલેક્ટ કરો : શબ્દ પર ડબલ-ટૅપ કરો.

  • ફકરો સિલેક્ટ કરો : ફકરામાં કોઈ શબ્દ પર ત્રણ વાર ટૅપ કરો અથવા ફકરાની ઉપર Apple Pencil ડ્રૅગ કરો.

તમારા હસ્તલેખનને ટેક્સ્ટમાં કંવર્ટ કરવાનું બંધ કરવા માટે

સેટિંગ્સ  > Apple Pencil પર જાઓ પછી સ્ક્રિબલ બંધ કરો.