iPadમાં “ખોજી”માંથી ડિવાઇસનો ડેટા મિટાવી દો
iPhone, iPad, iPod touch, Apple Watch અથવા Macને મિટાવવા માટે ખોજી ઍપનો ઉપયોગ કરો. ડિવાઇસને રિમોટલી મિટાવવા માટે તમારે તે ગુમ થાય તે પહેલાં મારું [ડિવાઇસ] શોધો ચાલુ કરવું આવશ્યક છે.
તમે ડિવાઇસને “ખોજી”માંથી મિટાવી દો છો ત્યારે શું થાય છે?
તમારા Apple અકાઉંટના ઇમેલ અડ્રેસ પર પુષ્ટિકરણ ઇમેલ મોકલવામાં આવે છે.
તમે “ખોજી”નો ઉપયોગ કરીને રિમોટલી ડિવાઇસને મિટાવો છો ત્યારે તેને સુરક્ષિત રાખવા માટે ઍક્ટિવેશન લૉક ચાલુ રહે છે. તેને ફરી સક્રિય કરવા માટે તમારા Apple અકાઉંટનો પાસવર્ડ જરૂરી છે.
જો તમે iOS 15, iPadOS 15 અથવા તેના પછીનું વર્ઝન ઇંસ્ટૉલ કરેલા ડિવાઇસને મિટાવો છો તો તમે ડિવાઈસને લોકેટ કરવા અથવા તેમા સાઉંડ પ્લે કરવા માટે ખોજીનો ઉપયોગ કરી શકો છો. નહિંતર તમે તેને લોકેટ કરી શકશો નહિ અથવા તેમા સાઉંડ પ્લે કરી શકશો નહિ. જો તમારું Mac અથવા Apple Watch પહેલાં ઉપયોગમાં લીધેલા Wi-Fi નેટવર્કની નજીકમાં હોય તો તમે હજુ પણ તેને લોકેટ કરી શકો છો.
ડિવાઇસનો ડેટા મિટાવી દો
તમારા iPadમાં
ખોજી ઍપ ખોલો.સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “ડિવાઇસ” પર ટૅપ કરો પછી તમે જે ડિવાઇસને મિટાવવા માંગો છો તેના નામ પર ટૅપ કરો.
“આ ડિવાઇસનો ડેટા મિટાવી દો” પર ટૅપ કરો અને પછી “આગળ વધો” પર ટૅપ કરો.
જો ડિવાઇસ Mac હોય તો તેને લૉક કરવા માટે પાસકોડ એંટર કરો (તમારે તેને અનલૉક કરવા માટે પાસકોડનો ઉપયોગ કરવો પડશે).
જો ડિવાઇસ ગુમ થઈ ગયું હોય અને તમને ફોન નંબર અથવા મેસેજ એંટર કરવાનું કહેવામાં આવે જેમાં તમે સૂચવી શકો છો કે ડિવાઇસ ખોવાઈ ગયું છે અથવા તમારો સંપર્ક કેવી રીતે કરવો. નંબર અને મેસેજ ડિવાઇસની લૉક સ્ક્રીન પર દેખાય છે.
“મિટાવી દો” પર ટૅપ કરો.
તમારા Apple અકાઉંટનો પાસવર્ડ એંટર કરો પછી ફરી “મિટાવી દો” પર ટૅપ કરો.
જો તમારું ડિવાઇસ ઑફલાઇન હોય તો તમને “મિટાવી દો” પેંડિંગ દેખાય છે. આગલી વખતે તે જ્યારે Wi-Fi અથવા મોબાઇલ સર્વિસ નેટવર્ક સાથે કનેક્ટ થાય ત્યારે દૂરથી મિટાવવાનું ચાલુ થાય છે.
મિટાવી દેવાનું રદ કરવા માટે
જો તમે ઑફલાઇન ડિવાઇસને મિટાવી દો અને તે ફરી ઑનલાઇન આવે તે પહેલાં તેને શોધી લો તો તમે મિટાવી દેવાની વિનંતી રદ કરી શકો છો.
તમારા iPadમાં
ખોજી ઍપ ખોલો.સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “ડિવાઇસ” પર ટૅપ કરો પછી તમે જે ડિવાઇસને મિટાવવાનું રદ કરવા માંગો છો તેના નામ પર ટૅપ કરો.
“મિટાવવાનું રદ કરો” પર ટૅપ કરો પછી તમારા Apple અકાઉંટનો પાસવર્ડ એંટર કરો.
જો તમારું iPad ગુમ થાય તો તમે iCloud.comમાં ડિવાઇસ શોધોનો ઉપયોગ કરીને તેને મિટાવી શકો છો.