iPad સાથે માઉસ કનેક્ટ કરો
તમે તમારા iPad સાથે Magic Mouse, બીજું Bluetooth® માઉસ અથવા USB માઉસને કનેક્ટ કરી શકો છો.
નોટ : માઉસ ડિવાઇસ અલગથી વેચાય છે. તમામ માઉસ ડિવાઇસ iPadનાં તમામ મૉડલ સાથે સંપૂર્ણ રીતે સુસંગત નથી.
Magic Mouse અથવા અન્ય Bluetooth માઉસ પેર કરો
Magic Mouse માટે ખાતરી કરો કે માઉસ ચાલુ અને ચાર્જ કરેલું છે.
કોઈ પણ અન્ય Bluetooth માઉસ માટે માઉસને ડિસ્કવરી મોડમાં મૂકવા માટે તેની સાથે આવેલી સૂચનાઓનું પાલન કરો.
iPadમાં સેટિંગ્સ
> Bluetooth પર જાઓ અને પછી Bluetooth ચાલુ કરો.જ્યારે તે અન્ય ડિવાઇસનાં લિસ્ટમાં દેખાય ત્યારે ડિવાઇસ સિલેક્ટ કરો.
જ્યારે તમે Magic Mouse પેર કરો ત્યારે જો તમને પિન પૂછવામાં આવે તો “0000” (ચાર શૂન્ય) ટાઇપ કરો પછી “પેર કરો” પર ટૅપ કરો.
નોટ : જો માઉસ પહેલાંથી જ તમારા Mac અથવા બીજા iPad સાથે પેર કરેલું હોય તો તમે તમારા iPad સાથે માઉસને કનેક્ટ કરી શકો તે પહેલાં તમારે તેને અનપેર કરવું આવશ્યક છે. નીચેનામાંથી કોઈ પણ એક કરો :
iPhone પર અથવા iPad પર : જુઓ : Bluetooth ઍક્સેસરિ અનપેર કરો.
macOS 13 અથવા પછીના વર્ઝન પર : Apple મેન્યૂ
> સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો, સાઇડબારમાં Bluetooth પર ક્લિક કરો, ડિવાઇસને કંટ્રોલ-ક્લિક કરો પછી ભૂલી જાઓ પસંદ કરો.
macOS 12.5 અથવા તેનાથી પહેલાંના વર્ઝન પર : Apple મેન્યૂ > સિસ્ટમ પસંદગીઓ પસંદ કરો, Bluetooth પર ક્લિક કરો, ડિવાઇસ પર કંટ્રોલ-ક્લિક કરો પછી કાઢી નાખો પર ક્લિક કરો.
iPad સાથે Bluetooth માઉસને ફરી કનેક્ટ કરો
જ્યારે તમે માઉસ પર સ્વિચ બંધ કરો છો અથવા જ્યારે તમે માઉસને મુવ કરો છો અથવા iPadને લગભગ 33 ફુટ (10 મીટર) Bluetooth રેંજની બહાર મુવ કરો છો ત્યારે માઉસ ડિસ્કનેક્ટ થાય છે.
ફરી કનેક્ટ કરવા માટે માઉસ સ્વિચને ચાલુ કરો અથવા માઉસ અને iPadને રેંજમાં પાછા લાવો પછી માઉસ પર ક્લિક કરો.
USB માઉસ કનેક્ટ કરો
યોગ્ય કેબલ અથવા અડૅપ્ટરથી તમે USB અને USB-આધારિત રિસીવરનો ઉપયોગ કરીને iPad સાથે વિવિધ તૃતીય પક્ષ માઉસ ડિવાઇસને કનેક્ટ કરી શકો છો. ડિવાઇસ ઉત્પાદકોની સૂચનાઓનો સંદર્ભ લો.