iPadમાં સ્ક્રીનશૉટ લો
તમે તમારા iPadની સ્ક્રીન પર જે આવે છે તેને પછીથી ફરી જોવા માટે, અન્ય લોકો સાથે શેર કરવા અથવા તેને ડૉક્યુમૅન્ટમાં અટૅચ કરવા માટે તેનો ફોટો લો.
સ્ક્રીનશૉટ લો
ટૉપ બટન અને કોઈ પણ વૉલ્યૂમ બટન એક જ સમયે ઝડપથી દબાવો અને રિલીઝ કરો.
સ્ક્રીનશૉટનો થંબનેલ અસ્થાયી રીતે તમારી સ્ક્રીનની સૌથી નીચે-ડાબી બાજુના ખૂણામાં દેખાય છે.
સ્ક્રીનશૉટ જોવા માટે થંબનેલ પર ટૅપ કરો અથવા તેને ડિસમિસ કરવા માટે ડાબી બાજુ સ્વાઇપ કરો.
ફોટોસ ઍપમાં તમારી ફોટો લાઇબ્રેરીમાં સ્ક્રીનશૉટ ઑટોમૅટિક રીતે સેવ થઈ જશે. તમારા તમામ સ્ક્રીનશૉટ એક જગ્યાએ જોવા માટે ફોટોસ ખોલો પછી ફોટોસ સાઇડબારમાં મીડિયા પ્રકારની નીચે સ્ક્રીનશૉટ પર ટૅપ કરો.
હોમ બટનવાળા iPadમાં સ્ક્રીનશોટ લેવા માટે
ટૉપ બટન અને હોમ બટન એક જ સમયે ઝડપથી દબાવો અને રિલીઝ કરો.
સ્ક્રીનશૉટનો થંબનેલ અસ્થાયી રીતે તમારી સ્ક્રીનની સૌથી નીચે-ડાબી બાજુના ખૂણામાં દેખાય છે.
સ્ક્રીનશૉટ જોવા માટે થંબનેલ પર ટૅપ કરો અથવા તેને ડિસમિસ કરવા માટે ડાબી બાજુ સ્વાઇપ કરો.
ફોટોસ ઍપમાં તમારી ફોટો લાઇબ્રેરીમાં સ્ક્રીનશૉટ ઑટોમૅટિક રીતે સેવ થઈ જશે. તમારા તમામ સ્ક્રીનશૉટ એક જગ્યાએ જોવા માટે ફોટોસ ખોલો પછી ફોટોસ સાઇડબારમાં મીડિયા પ્રકારની નીચે સ્ક્રીનશૉટ પર ટૅપ કરો.
ફુલ પેજનો સ્ક્રીનશૉટ લો
તમારા iPadની સ્ક્રીનની લંબાઈથી આગળ વધતું, જેમ કે Safariમાં એક આખું વેબપેજ જેવા કૉન્ટેંટનો તમે સ્ક્રીનશૉટ લઇ શકો છો.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
Face ID સાથેના iPadમાં : ટૉપ બટન અને કોઈ પણ વૉલ્યૂમ બટન એક જ સમયે ઝડપથી દબાવો અને રિલીઝ કરો.
હોમ બટન સાથેના iPadમાં : ટૉપ બટન અને હોમ બટન એક જ સમયે ઝડપથી દબાવો અને રિલીઝ કરો.
સ્ક્રીનની સૌથી નીચેના-ડાબી બાજુના ખૂણામાં સ્ક્રીનશૉટ થંબનેલ પર ટૅપ કરો.
ફુલ પેજ પર ટૅપ કરીને પૂર્ણ પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ એક કરો :
તમારી ફોટોસ લાઇબ્રેરીમાં સ્ક્રીનશૉટ સેવ કરવા માટે ફોટોસમાં સેવ કરો ટૅપ કરો.
ફાઇલમાં PDF સેવ કરો પર ટૅપ કરો, લોકેશન પસંદ કરો, પછી ફાઇલ ઍપમાં સ્ક્રીનશૉટ સેવ કરવા માટે સેવ પર ટૅપ કરો.