તમારા iPhone અથવા iPad પર Wi-Fi સાથે કનેક્ટ કરો

તમારા ડિવાઇસને સાર્વજનિક, સુરક્ષિત અને અગાઉ ઉપયોગમાં લીધેલા નેટવર્ક સહિત ઉપલબ્ધ Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટ કરો.

Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટ કરો

  1. તમારી હોમ સ્ક્રીન પરથી, સેટિંગ્સ > Wi-Fi પર જાઓ.

  2. Wi-Fi ચાલુ કરવા માટે ટૅપ કરો. તમારું ઑટોમૅટિક રીતે ઉપલબ્ધ Wi-Fi નેટવર્ક શોધશે.

  3. તમે જે Wi-Fi નેટવર્કમાં જોડાવા માંગો છો તેના નામ પર ટૅપ કરો. તમને પહેલા નેટવર્કનો પાસવર્ડ એન્ટર કરવાનું અથવા નિયમો અને શરતો સાથે સંમત થવાનું કહેવામાં આવી શકે છે. જો તમને Wi-Fi નેટવર્કનો પાસવર્ડ ખબર ન હોય, તો તમારા નેટવર્ક ઍડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો.

  4. તમારી સ્ક્રીનના ઉપરના ખૂણામાં નેટવર્કના નામની બાજુમાં વાદળી ચેકમાર્કnull અને Wi-Fi આઇકનnull શોધો. આનો અર્થ એ કે તમે સફળતાપૂર્વક કનેક્ટ થયા છો.

    Wi-Fi સક્ષમ હોય તેની સાથે Wi-Fiના સેટિંગ્સ અને Wi-Fi Secureની બાજુમાં ચેકમાર્ક બતાવતો iPhone.

વધુ મદદ મેળવો

પ્રકાશન તારીખ: